જાણો લોકલાઇઝેશન શું છે અને તમારા માટે કેટલું જરૂરી છે?

ઘણી વાર જોવા મળ્યું છે કે ગ્રાહકોને ધ્યાનમાં રાખીને માહિતી તૈયારી કરવી ઘણી કંપનીઓ માટે પડકાર બની જાય છે. પરંતુ, માર્કેટમાં થયેલા સંશોધનને આધારે અમે તમને ખાતરી કરાવવા માંગીએ છીએ કે એમ કરવાનાં ઉત્તમ પરિણામો મળે છે અને આજના સમયમાં વૈશ્વિક અર્થતંત્રમાં એની ખૂબ માંગ છે.

આપણી દુનિયમાં ૫૦૦૦ થી વધુ ભાષાઓ બોલે છે. એમાંની ઘણી ભાષાઓની પોતાની લિપિ છે, જ્યારે કે ઘણી ભાષામાં એક કરતાં વધુ બોલીઓનો સમાવેશ થાય છે. આ ભાષાઓ એવા લોકો દ્વારા બોલાતી હોય છે જેઓ દૂરદૂરના વિસ્તારોમાં રહેતા હોય છે. એના કારણે તેઓ દુનિયાથી વિખૂટા પડી ગયેલા લોકોમાં ગણાય છે. જો એકદમ અશક્ય ન હોય તો તેઓ દ્વારા પોતાના ઓળખીતાઓ, મિત્રો અને સગાસંબંધીઓ સાથે કરતો લાંબા અંતરનો સંદેશાવ્યવહાર જાણે વૈભવ સમાન ગણાતો. પરંતુ, વિમાનથી મુસાફરી અને ટેલિફોનના આગમન સાથે, વિશ્વ આજે વૈશ્વિક ગામમાં ફેરવાયું છે.

૨૦૦૦-૨૦૧૮ દરમિયાન, એશિયા, આફ્રિકા, લેટિન અમેરિકા અને મધ્ય પૂર્વના વૈશ્વિક પ્રાદેશિક બજારોમાં ઈન્ટરનેટના ઉપયોગનું પ્રમાણ [1] વધીને 1000% જેટલું થવા માંડ્યુ છે. એનો અર્થ એ થયો કે એ વર્ષોમાં અબજો નવા સંભવિત ગ્રાહકો ઓનલાઇન થવા લાગ્યા છે. આમ આજે ગ્રાહક બજારનું કદ વિશાળ છે અને ઇન્ટરનેટથી જોડાયેલી દુનિયા એક તક સમાન છે. જોકે, આ તમામ પ્રદેશોમાં મૂળ ભાષાની મજબૂત હાજરી હોય છે અને અંગ્રેજી ભાષાની નહિ. તેથી, ભાષાની વિવિધતા એક પડકાર બન્યો છે. બહુરાષ્ટ્રીય કંપનીઓ દ્વારા આ પડકારનો સામનો કરવામાં આવી રહ્યો છે, જેમાં તેઓ વૈશ્વિક ટેક્નોલોજીના રૂપમાં આ તકનો ઉપયોગ કરે છે.

વધુમાં, આમાંના ઘણા બજારોમાં બ્રિટિશ શાસનના હેઢળ હોવાને કારણે ત્યાંના ગ્રાહકોને અંગ્રેજીની સમજ છે. આવા બજારોમાં, એ નિર્ણય મહત્ત્વનો હોય છે કે સ્થાનિક ભાષામાં માલ અને સેવાઓની માહિતી ઉપલબ્ધ કરાવવી કે અંગ્રેજી ભાષાને વળગી રહેવું. એ કંઈ નજીવી પસંદગી નથી. તેના પર આવક, બ્રાન્ડ ઇમેજ અને વૃદ્ધિ નિર્ભર કરે છે. જો ઇંગ્લિશમાં માહિતી રહેવા દેવી કંઈ જોખમી વિચાર નથી, કારણ કે તેના દ્વારા કંપની માહિતી પર નિયંત્રણ જાળવી રાખી શકે છે. તેનો અર્થ, વાચા અને શૈલી જાળવી રાખવાનો સમાવેશ થાય છે. આમ સ્થાનિક ભાષામાં માહિતી પ્રાપ્ય બનાવી આપતી લોકલાઇઝેન કંપનીઓનો સંપર્ક સાધ્યા વગર પણ કામ ચલાવી શકાય છે. જોકે, આ લેખ તમને ખાતરી કરવવા માટે છે કે સ્થાનિક ભાષા અનુવાદનો વિકલ્પ પસંદ કરવાનાં સારાં કારણો છે અને એનાથી વધુ નફો મેળવવાની સંભાવના વધી જાય છે, જો યોગ્ય અનુવાદ કંપનીનો સંપર્ક કરવામાં આવે.

શું ગ્રાહકો પોતાની મૂળ ભાષા પસંદ કરે છે?

એક અભ્યાસમાં [2] એવું દર્શાવવામાં આવ્યું છે કે પોતાની મૂળ ભાષામાં ઉત્પાદનનું વર્ણન અને ઑનલાઇન UI એ નોંધપાત્ર રીતે ગ્રાહકોના ખરીદી નિર્ણયને પ્રભાવિત કર્યો છે. જોકે, એ જ રિપોર્ટ એ પણ સૂચવે છે કે સસ્તી વસ્તુઓની સરખામણીમાં વધારે ભાવની વસ્તુઓ પર વધારે અસર પડી છે. તેથી, જ્યારે મોંઘી વસ્તુઓ ખરીદવા માટે આવે છે, ત્યારે ગ્રાહકો ખરીદી કરતાં પહેલાં પોતાની મૂળ ભાષામાં વિગતો પર ધ્યાન આપવાનું પસંદ કરે છે. બીજો એક અભ્યાસ [3] આ પ્રમાણે છે: કેટલાક ઇટાલિયન વિદ્યાર્થીઓને બે વિકલ્પો સાથે વસ્તુ પસંદ કરવાનું કહેવામાં આવ્યું હતું – એક અંગ્રેજીમાં પેકિંગ લખાણ સાથેની વસ્તુ અને બીજી ઇટાલિયનમાં પેકિંગ લખાણ સાથે.

પરિણામમાં જોવા મળ્યું કે તેઓએ અંગ્રેજીને બદલે પોતાની માતૃભાષા ઇટાલિયનમાં ઉપયોગની પસંદગી દર્શાવી. યાદ રાખો, આ તો એવો કિસ્સો છે કે જેમાં વિદ્યાર્થીઓ ઇંગલિશથી પરિચિત હતા. વધુમાં, ગ્રાહકોને વિવિધ વિભાગોમાં વર્ગીકરણ કરવામાં મદદ કરવા માટે સ્થાનિક ભાષાઓનો ઉપયોગ જોવા મળ્યો હતો, જેમાં ગ્રાહકોના વ્યવહારની દ્રષ્ટિએ વિભિન્ન લક્ષણોનો સમાવેશ થતો હતો.

ગેલપ [4] દ્વારા કરેલા એક સર્વે પરથી જાણવા મળ્યું છે કે ~ 56% જવાબ આપનારા લોકો ઓનલાઇન વસ્તુ ખરીદવા અને ખરીદવા માટે પોતાની મૂળ ભાષામાં હોય તેવી વેબસાઇટ્સનો ઉપયોગ કરે છે. તેથી, ધારેલા ગ્રાહકો સુધી પહોંચવાનો આધાર અડધા કરતાં વધુ પોતાની મૂળ ભાષાની પસંદ પર રહેલો છે.

મલેશિયાના ગ્રાહકો પર કરાયેલો સીધો અભ્યાસ [5] દર્શાવે છે કે જાહેરાતની ઝુંબેશમાં વપરાતી ભાષાની પસંદગી અને આરોગ્ય વીમા પ્રોડક્ટ્સના કિસ્સામાં ખરીદના ગ્રાહકોના વલણ વચ્ચે સીધો સંબંધ છે.

માતૃભાષા બીજા શામાં ફાળો ભજવી શકે?

ગ્રાહકોમાં એક વાત જોવા મળે છે કે તેઓ પોતાની માતૃભાષાનો ઉપયોગ કરીને પોતાના વર્તુળોમાં કોઈ બાબત અંગે વિચાર ધરાવે છે, જેના લીધે કોઈ બ્રાન્ડ કે વસ્તુ પર તેઓનો ભરોસો બેસે છે. આ ભરોસો પછી લોકો માટે બ્રાન્ડના ફેલાવા અને તેની છબી જાળવી રાખવા માટે શ્રદ્ધાનો વિષય બની જાય છે.

આ હકીકતને મૂળ ભાષા માટેની પસંદગી કરવા માટે ઉપર જણાવેલા અભ્યાસોમાંથી તારવવામાં આવેલાં તારણો સાથે સરખાવીએ, તો સ્પષ્ટ થાય છે કે ભાષાકીય પસંદગીઓ ગ્રાહકોના વર્તનમાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે અને તેની આવક પર પણ અસર પડે છે. તેથી, વૈશ્વિક ગ્રાહકોને ધ્યાનમાં રાખતા આ પસંદગીઓને સ્વીકારવાથી નવી તકો સર્જાશે, જેને દુનિયા ફરતે આવેલી બહુરાષ્ટ્રીય કંપનીઓએ પ્રાથમિકતા આપવી જોઈએ, જેના થકી ખરેખરા અર્થમાં ‘વૈશ્વિક’ બનવાનું સ્વપ્ન સાકાર થશે. ઘણી બહુરાષ્ટ્રીય કંપનીઓને એ સમજાયું છે અને સ્થાનિક ભાષામાં માહિતી ઉપલબ્ધ કરવવા આઉટસોર્સિંગ શરૂ કરી દીધું છે. એ કારણે, એવું કહેવાય છે કે સ્થાનિક ભાષામાં માહિતી પ્રાપ્ય બનાવતી કંપનીઓ વૈશ્વિક મંદી દરમિયાન પણ હકારાત્મક વૃદ્ધિ દર્શાવનારી કંપનીઓમાંની એક હતી.

જો દરેકે પહેલાંથી જ એ કરવાનું શરૂ કરીને મોટા પ્રમાણમાં ફાયદો ઉઠાવી રહ્યા હોય, તો પછી તમારે શા માટે એમાંથી બાકાત રહેવું જોઈએ?

સંદર્ભો

[1] https://www.internetworldstats.com/stats.htm

[2] Can’t Read, Won’t Buy: Why Language Matters on Global Websites By Donald A. DePalma, Benjamin B. Sargent, and Renato S. Beninatto September 2006

[3] Cross-Cultural Consumer Behavior: Use of Local Language for Market Communication—A Study in Region Friuli Venezia Giulia (Italy) by Franco Rosa, Sandro Sillani & Michela Vasciaveo
Pages 621-648 | Journal of Food Products Marketing Volume 23, 2017 – Issue 6

[4] User language preferences online; Survey conducted by The Gallup Organization, Hungary upon the request of Directorate-General Information Society and Media

[5] The Influence of Language of Advertising on Customer Patronage Intention: Testing Moderation Effects of Race Muhammad Sabbir Rahman, Fadi Abdel Muniem Abdel Fattah, 1 2
Nuraihan Mat Daud and Osman Mohamad ; Middle-East Journal of Scientific Research 20 (Language for Communication and Learning): 67-74, 2014

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *