નવી ભાષા કેમ શીખવી જોઈએ

મોટા ભાગના ભારતીયો ઓછામાં ઓછી બે ભાષાઓ લખી, વાંચી અને બોલી શકે છે. તેઓ પોતાના ભણતર દરમિયાન શીખવવામાં આવતા અભ્યાસક્રમ હેઢળ આ ભાષાઓ શીખતા હોય છે. આ અભ્યાસક્રમો કેન્દ્રીય અને રાજ્ય સ્તરના શિક્ષણ બોર્ડ દ્વારા ચલાવવામાં આવતા હોય છે. આપણે ઘરડા થઈએ તેમ, આપણું ભાષા વિશેનું જ્ઞાન વધુ સારું થતું જાય છે અને આપણા જીવનનો ભાગ બની જાય છે. પરિણામે, આપણે ક્યારેય ભાષા શીખવાનું અને વિચારવાનું પડતું મુક્યું નથી કે બે કે વધુ ભાષાના જાણકાર હોવાથી કેવી અસર પડે છે.
Written by: Raghunath J

Translated by: Rashmi M

આઠમી સદીના રોમન રાજા ચાર્લ્સ દ ગ્રેટ, જે ચાર્લમેઇન તરીકે પણ ઓળખાય છે, જેમણે કહ્યું છે કે બીજી ભાષાના જાણકાર હોવું એ તો બીજી જીવ હોવા બરાબર છે. આ સમજ આજ દિન સુધી પ્રવર્તમાન છે. પરંતુ ૨૧મી સદીના ઇંગ્લિશ લેખક જીઓફ્રી વિલન્સના વિચાર પછી એમાં બદલાણ આવ્યું છે. તેમણે કહ્યું કે તમે જ્યાં સુધી બે ભાષાઓ ન જાણો ત્યાં સુધી તમે ક્યારેય એક ભાષા શીખી ન શકો.જો તમે આ બહોળા કાવ્યાત્મક દાવા પ્રત્યે શંકા સેવતા હો, તો જાણી લો કે બીજી ભાષા શીખવાથી આપણા મગજ પર હકારાત્મક અસર પડે છે અને એનાથી રોજગારની તકો સાથે પોતાને પણ ઘણો ફાયદો થાય છે.

ન્યુરોલોજિકલ અસરો

સંશોધક ડૉ. વિક્ટોરિયા મારિયન અને એન્થોની શુક એ શોધી [1] કાઢ્યું છે કે નવી ભાષા શીખવાથી ધ્યાન આપવાની અને કાર્યો વચ્ચે પરિવર્તન કરવાની ક્ષમતામાં સુધારો થાય છે. આમ, આપણે બીજી ભાષા શીખતા હોઈએ ત્યારે એક ભાષાને મગજમાં સમાવી લઈએ છીએ. આ અવિરતપણે ચાલ્યા કરે છે અને કાર્યો વચ્ચે અદલાબદલી કરવાની ક્ષમતામાં વધારો કરે છે. આ કાર્યો વચ્ચે અદલાબદલી કરવાની ક્ષમતા સાત વર્ષ સુધીના નાના બાળકોમાં પણ જોવા મળે છે. એવું જાણવા મળ્યું છે કે જો તેઓ એકથી વધુ ભાષા ધરાવતા માહોલમાં મોટા થાય તો તેઓ આ અદલાબદલી કરવાની ક્ષમતા શીખી લે છે. દાખલા તરીકે, બાળકના કુટુંબના સભ્યો અથવા સારસંભાળ રાખનારાઓના માહોલમાં બાળક હોય. જો તમે વિચારતા હો કે નવી ભાષા બાળપણમાં જ શીખાય તો તમારે ફરીથી વિચારવું જોઈએ. નવી ભાષા શીખવા માટે ઉંમરનો કોઈ બાધ નથી. અરે, મોટેરાંઓ પણ નવી ભાષા શીખવાના ફાયદા જોઈ શકે છે. ઉપર જણાવેલો અભ્યાસ એ પણ બતાવે છે કે એકથી વધુ ભાષાના જાણકાર વૃદ્ધ લોકો એક ભાષાના જાણકારની સરખામણીમાં યાદશક્તિ ગુવાવવા અને જ્ઞાનાત્મક કામગરી ઓછી ગુમાવે છે.

સામાજિક જીવન

આપણે જેમ જેમ નવી ભાષા શીખીએ છીએ તેમ તેમ આપણે ભાષાનું અનુવાદ કરવામાંની આપણી કળામાં સુધારો થયા છે, જેમાં આપણી વાતચીતની કળામાં નિખાર આવે છે અને તાર્કિક વિચારણામાં વિકાસ થાય છે. પરિણામે, આપણે પોતાને અને બીજાઓને સારી રીતે સમજી શકીએ છીએ અને આપણા વિચારો અને લાગણીઓ સારી રીતે પ્રદર્શીત કરી શકીએ છીએ. વધુમાં, તમે નોંધ લીધી હશે કે એક ભાષામાં એવા કેટલાક શબ્દો હોય છે જેનો પર્યાય બીજી ભાષામાં નથી મળતો. એમ થવાનું કારણ એ છે કે એ શબ્દની વ્યુત્પત્તિ એ ભાષાના રહીશો દ્વારા રોજબરોજ બોલાતી ભાષા તેમજ સંસ્કૃતિ અને જીવનનના અભિગમ સાથે જોડાયેલી હોય છે. તેથી, નવી ભાષા શીખવાથી નવા વ્યક્તિ નવા વિચાર ખોજવાનું શીખે છે જે તેની પોતાની ભાષમાં સંપૂર્ણપણે શોધાયા હોતા નથી. એની મદદથી બીજા વિસ્તારની સંસ્કૃતિ અને કળા શીખવા માટે મદદ મળે છે. આ તમામ પરિણામો આપણા સાથી માનવો માટે હમદર્દીમાં વધારો કરે છે. સાથે સાથે તમામ બધારણો અને વિવિધતાની સરખામણીમાં આપણામાં શું જુદાપણું છે એની સામે  આપણાં સુધી સમાન છે એ પારખવા માટે મદદ કરે છે.

રોજગારની તકો

તમારા રેસ્યુમે કે બાયોડેટામાં બેથી વધુ ભાષાઓ ઉમેરવાથી ઘણું વજન વધી જાય છે. એનો એ અર્થ થયો કે જો અરજીકર્તા એકથી વધુ ભાષાઓ બોલતા હોય તો તેઓ વધુ જોબ માટે લાયક ગણાય છે. વધુમાં, જો તમે નોકરી આપનાર કંપની ચાહતી ભાષા બોલતા હો તો એ ભાષાની તાલીમના ભાગ રૂપે તમારી વ્યાવસાયિક પ્રોફાઇલ આકર્ષક બની જાય છે. એવા લાભ વૈશ્વિક સ્થાનિકીકરણ ઉદ્યોગ સાથે બીજા ઉદ્યોગોમાં પણ લાભકારક સાબિત થાય છે.

ઉદાહરણ ૧

મહેમાનગતિ/પ્રવાસન: આ ઉદ્યોગમાં એવા ગ્રાહકો સાથે આંતરક્રિયા કરવાનો સમાવેશ થાય છે જેઓ સ્થાનિક ભાષા બોલતા નથી અથવા તેઓ બાલતા હોય તોપણ, પોતાની માતૃભાષામાં માહિતી મેળવવાનો આગ્રહ રાખતા હોય છે. એવા કિસ્સાઓમાં, જો વ્યક્તિ પાસે ગ્રાહકની માતૃભાષામાં વાત કરવાની આવડત હશે, તો તેઓને સારો આવકાર મળ્યો હોય એમ લાગે છે અને એનાથી વિશ્વાસ અને કંપનીને નફો પણ થાય છે.

ઉદાહરણ ૨

પત્રકારત્વ: જો તમે બીજા દેશમાં વાતચીતનું માધ્યમ હો અથવા ભારત જેવા દેશમાં એકથી વધુ ભાષાઓ બોલતા હો, તો સમાચાર જણાવવામાં બીજી ભાષાના જાણકાર હોવાથી તમારું મહત્ત્વ વધી જાય છે. પત્રકારત્વમાં જાણીતી હકીકત છે કે જો તમે સ્થાનિક ભાષાના જાણકાર હો તો તમે લોકો સાથે સહેલાથી વાત કરી શકો છો, તેઓ સાથે તમારા વિચારોની આપલે કરી શકો છો, જે માતૃભાષાના જાણકાર ન હોવાથી મેળવી શકાતું નથી.

તો શું તમે નવી ભાષા શીખવાના અમારા કારણો સાથે સહમત છો? શું તમે પાસે એનાથી વધારે કંઈ છે? કૃપા કરીને તમારી કોમેન્ટ નીચે જણાવો, અમે એના માટે આતુર છીએ!

References :

[1] Marian, V., & Shook, A. (2012). The cognitive benefits of being bilingual. Cerebrum : the Dana forum on brain science, 2012, 13.

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *